આ ઓગસ્ટ મહિનો એ “ફ્રેન્ડશીપ” નો મહિનો ગણાય છે. સને ૧૯૩૫થી અમેરિકાની કોન્ગ્રેસમાં પસાર થયેલ ઠરાવ પ્રમાણે દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર અમેરિકામાં Friendship Day તરીકે મનાવવામાં આવે છે. હવે અન્ય દેશોમાં પણ આ મહિનામાં મિત્રોને યાદ કરીને મિત્રતાને નવાજવામાં આવે છે. માણસની જીવન યાત્રાના ભિન્ન ભિન્ન તબક્કે મિત્રો આવી મળે છે તો કેટલાક મિત્રોની મૈત્રી સવારના ઝાકળની જેમ કામ ચલાઉ હોઈ થોડા સમયમાં અલોપ થઇ જાય છે જ્યારે ઘણા મિત્રો જીવનભર ના કાયમી મિત્રો બની રહે છે. સાચી મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખાં સુખ દુખ તેમ જ સરખી વિચારસરણી ધરાવનારી વ્યક્તિઓ સાથે ટકતી હોય છે. મિત્રતા એટલે ત્યજવાની ભાવના, નિઃસ્વાર્થપણે મિત્રના દુઃખમાં સહભાગી બનવાની ભાવના, મિત્રતા વિશે વિશ્વના લેખકોએ ઘણું ખરૂ લખ્યુ છે. ભારતીય સંસ્કૃતિમાં પણ મિત્રને ભાઈ કરતા પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ આજનો યુવાવર્ગ મિત્રતાનો જુદો જ અર્થ લે છે. વિજાતીય આકર્ષણ અને સ્વાર્થની ભાવનાએ લોકોને એકબીજાથી અલગ કરી દિધા છે. દર ઓગષ્ટ માસના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવે છે
સબંધો ના મોતી ને પરોવી રાખજો, વિશ્વાસ ની દોરી ને મજબુત રાખજો,
અમે ક્યાં કીધું હતું કે અમારા જ દોસ્ત બનીને રહો, પણ તમારા દોસ્તોની
યાદી માં અમારું એક નામ જરૂર રાખજો... હેપી ફ્રેન્ડશીપ ડે
પ્રદિપસિંહ ગોહિલ
સબંધો ના મોતી ને પરોવી રાખજો, વિશ્વાસ ની દોરી ને મજબુત રાખજો,
અમે ક્યાં કીધું હતું કે અમારા જ દોસ્ત બનીને રહો, પણ તમારા દોસ્તોની
યાદી માં અમારું એક નામ જરૂર રાખજો... હેપી ફ્રેન્ડશીપ ડે
પ્રદિપસિંહ ગોહિલ